તા૨૪.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલવે સ્ટેશન પર ગમખ્વાર અકસ્માત: ચાલુ પશ્ચિમ એક્સપ્રેસમાંથી ઉતરવા જતાં ૧૮ વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનું કરૂણ મો*ત
દાહોદ રેલવે સ્ટેશન પર દુઃખદ ઘટના સામે આવી
મુંબઈથી અમૃતસર જતી ટ્રેન નંબર 12925 પશ્ચિમ એક્સપ્રેસમાંથી ઉતરવા જતા 18 વર્ષીય યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.મૃ*તક યુવકની ઓળખ લીમખેડા તાલુકાના હથિયાવન ગામના નિશાળ ફળિયાના આશિષભાઈ અબુભાઈ કટારા તરીકે થઈ છે. આશિષભાઈ નર્સિંગના વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, યુવકની ટિકિટ છાયાપુરીથી લીમખેડા સુધીની હતી. જોકે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન લીમખેડા સ્ટેશન પર નહીં રોકાતાં યુવક દાહોદ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયો હતો.દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે યુવક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો અને સીધો ટ્રેનના નીચે આવી ગયો હતો. ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મો*ત થયું હતું.ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અને સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.









