TANKARA:ટંકારા નગરપાલિકામાં ચાલતા વિકાસ કામોના એસ્ટિમેટ અને વર્ક ઓર્ડરની નકલ આપવા કોંગ્રેસની ચીફ ઓફિસર સમક્ષ લેખિત માંગ

TANKARA:ટંકારા નગરપાલિકામાં ચાલતા વિકાસ કામોના એસ્ટિમેટ અને વર્ક ઓર્ડરની નકલ આપવા કોંગ્રેસની ચીફ ઓફિસર સમક્ષ લેખિત માંગ

ટંકારા શહેરમાં નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસના કામોમાં પારદર્શકતા જળવાય અને જાહેર નાણાંનો સદુપયોગ થાય તે હેતુથી ટંકારા શહેર કોંગ્રેસ પ્રમુખ દુષ્યંત ભૂત દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસ પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું છે કે, અગાઉ નગરપાલિકાના એન્જિનિયરને મૌખિક જાણ કરવા છતાં પણ શહેરમાં શરૂ થતા નવા કામો અંગે વિપક્ષને કોઈ વિગતો પૂરી પાડવામાં આવતી નથી. શહેરમાં ચાલતા કામો મંજૂર થયેલા એસ્ટિમેટ મુજબ થાય છે કે નહીં, કામમાં કોઈ નબળી ગુણવત્તા કે ગેરરીતિ તો નથી ને, તે તપાસવા માટે કામની વિગતો, એસ્ટિમેટ અને વર્ક ઓર્ડરની નકલો ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી છે.

વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, વિપક્ષનો હેતુ વિકાસના કામોમાં અડચણ ઊભી કરવાનો બિલકુલ નથી, પરંતુ પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય અટકે અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. તેથી હવે પછી જ્યારે પણ કોઈ વિકાસ કાર્ય શરૂ થાય ત્યારે ચૂંટાયેલા સદસ્ય અને વિપક્ષ નેતા ગોપાલભાઈ ઝાપડા તેમજ પક્ષને અગાઉથી જાણ કરી જરૂરી તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા માટે ચીફ ઓફિસર પાસે માંગણી કરવામાં આવી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો