ઝઘડિયા તાલુકાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ વચ્ચે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ સ્પર્ધા યોજાઈ

ઝઘડિયા તાલુકાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ વચ્ચે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ સ્પર્ધા યોજાઈ

format: 0; filter: null; fileterIntensity: null; f;

filter: 0; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
algolist: 0;
;

બલેશ્વરના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓએ બતાવ્યો રમતનો દમ; અંડર-૧૯માં ડી.પી. શાહ વિદ્યામંદિર રાજપારડીને હરાવી દિવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયા વિજેતા,

 

અંડર-૧૭ની ફાઇનલમાં રાજપારડી-અવિધા આમને-સામને

 

 

ઝઘડિયા તાલુકાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તેમજ ટીમવર્ક, શિસ્ત અને રમતભાવનાનો વિકાસ થાય તે હેતુથી તાલુકા કક્ષાની ઇન્ટર સ્કૂલ ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બલેશ્વર ખાતે આવેલા પવન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધા દરમિયાન વિવિધ શાળાઓની ટીમો વચ્ચે રોમાંચક ક્રિકેટ મુકાબલા યોજાયા હતા. ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

અંડર-૧૯ વિભાગમાં દિવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયા અને ડી.પી. શાહ વિદ્યામંદિર રાજપારડીની ટીમોએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલ મુકાબલામાં બંને ટીમો વચ્ચે રસાકસી જોવા મળી હતી. જેમાં દિવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયાની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ડી.પી. શાહ વિદ્યામંદિર રાજપારડીને હરાવી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ સ્પર્ધાની વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી.

બીજી તરફ અંડર-૧૭ વિભાગમાં ડી.પી. શાહ વિદ્યામંદિર રાજપારડી અને અવિધા હાઈસ્કૂલની ટીમોએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અંડર-૧૭ની આ ફાઇનલ મેચ બે દિવસ બાદ યોજાશે, જેને લઈને બંને શાળાના ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધવાની તક મળે અને તેમનામાં આત્મવિશ્વાસ, શારીરિક તંદુરસ્તી, નેતૃત્વ તથા સામૂહિક ભાવના વિકસે તેવા ઉદ્દેશ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં રહેલી રમત પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવા આવી સ્પર્ધાઓ મહત્વપૂર્ણ સાબિત થતી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

સ્પર્ધાના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દિવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયાના આચાર્ય મુકેશભાઈ ટેલર, મનહરભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ યાદવ તેમજ ડી.પી. શાહ વિદ્યામંદિર રાજપારડીના આચાર્ય પારૂલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે અંડર-૧૯ની વિજેતા દિવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયાની ટીમને ટ્રોફી એનાયત કરી ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ ઉપરાંત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ બોલર અને શ્રેષ્ઠ બેટ્સમેનને પણ વિશેષ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે ઉત્સાહ અને ખેલદિલીની ભાવના જોવા મળી હતી. હવે અંડર-૧૭ની ફાઇનલમાં ડી.પી. શાહ વિદ્યામંદિર રાજપારડી અને અવિધા હાઈસ્કૂલ વચ્ચે યોજાનારા મુકાબલા પર સૌની નજર રહેશે.

ઈરફાન ખત્રી

રાજપારડી

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો