રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૧૦.૨૦૨૬
હાલોલ તાલુકાના તરખંડા ગામ નજીક આવેલા ત્રિકમપુરા ખાતે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આંગણવાડીના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર રાકેશ તલાટી, CSR હેડ નીરજ કુન્દનાની ,CDPO સુશીલાબેન પ્રજાપતિ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનની ટીમના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.બાળકોના પ્રારંભિક શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં આંગણવાડીનું વિશેષ મહત્ત્વ છે. બાળકોને સુરક્ષિત અને સાનુકૂળ વાતાવરણ મળી રહે તથા તેમના શૈક્ષણિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન મળે તે દિશામાં આ પહેલ મહત્ત્વપૂર્ણ બની રહેશે.પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન વિવિધ સામાજિક જવાબદારીના પ્રોજેક્ટ્સ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને સામુદાયિક વિકાસના ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યું છે. ત્રિકમપુરા ખાતે આંગણવાડીનું લોકાર્પણ ગ્રામ્ય વિસ્તારમાં બાળકોના વિકાસને પ્રોત્સાહન આપવા અને સમાજના સર્વાંગી ઉત્થાન તરફનું એક પગલું છે.











