મેઘરજના નેસડા ગામે માતા-પુત્રીના મોત મામલે સાસરિયાં સામે ફરિયાદ, પતિ પોલીસની કસ્ટડીમાં

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના નેસડા ગામે માતા-પુત્રીના મોત મામલે સાસરિયાં સામે ફરિયાદ, પતિ પોલીસની કસ્ટડીમાં

ઘરકામ અને દૂધના પગારના હિસાબ સહિતની બાબતોને લઈને ત્રાસ આપ્યાના આક્ષેપો; પાંચ સાસરિયાં સામે ગુનો નોંધી મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી

મેઘરજ, અરવલ્લી:

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગામે 24 વર્ષીય પરિણીત મહિલા અને તેની બે વર્ષની પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળી આવવાના બનાવમાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાના પિતાએ ઘરકામ, દૂધના પગારના હિસાબ સહિતની બાબતોને લઈને સાસરિયાં દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા છે. આ મામલે મેઘરજ પોલીસે પતિ સહિત પાંચ સાસરિયાં સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આરોપી પતિને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સીમાબેને પોતાની બે વર્ષની પુત્રીને સાડીમાં લપેટીને કૂવામાં ઝંપલાવ્યું હોવાનો ઉલ્લેખ છે. જોકે, ઘટનાના સંજોગો અને કારણો અંગેની હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

પતિ સહિત પાંચ સામે ગુનો, પોલીસ તપાસ ચાલુ

આ સમગ્ર મામલે સીમાબેનના પિતાએ સાસરિયાં દ્વારા આપવામાં આવતા કથિત શારીરિક અને માનસિક ત્રાસને કારણે માતા-પુત્રીનાં મોત થયાં હોવાના આક્ષેપ સાથે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે મહેશભાઈ ડામોર, દિવાબેન ડામોર, જાલાભાઈ ડામોર, રમેશભાઈ ડામોર અને મધીબેન ડામોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં નામજોગ આરોપી પતિ મહેશભાઈ ડામોરને મેઘરજ પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જણાવાયું છે.

હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અને ઘટનાના ચોક્કસ કારણો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે

દરમિયાન, 7 ઓક્ટોબરની સવારે સીમાબેન સાથે કોઈ અઘટિત ઘટના બની હોવાની જાણ થતાં પરિવારજનો નેસડા ગામે પહોંચ્યા હતા. ત્યાં સીમાબેન અને તેની બે વર્ષની પુત્રીના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સીમાબેને પોતાની બે વર્ષની પુત્રીને સાડીમાં લપેટીને કૂવામાં ઝંપલાવ્યું હોવાનો ઉલ્લેખ છે. જોકે, ઘટનાના સંજોગો અને કારણો અંગેની હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

પતિ સહિત પાંચ સામે ગુનો, પોલીસ તપાસ ચાલુ

આ સમગ્ર મામલે સીમાબેનના પિતાએ સાસરિયાં દ્વારા આપવામાં આવતા કથિત શારીરિક અને માનસિક ત્રાસને કારણે માતા-પુત્રીનાં મોત થયાં હોવાના આક્ષેપ સાથે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે મહેશભાઈ ડામોર, દિવાબેન ડામોર, જાલાભાઈ ડામોર, રમેશભાઈ ડામોર અને મધીબેન ડામોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં નામજોગ આરોપી પતિ મહેશભાઈ ડામોરને મેઘરજ પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જણાવાયું છે.

હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અને ઘટનાના ચોક્કસ કારણો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો