માલપુરની અંત્ય સાતરડા-૧ પ્રાથમિક શાળામાં SQAAF અંતર્ગત ગુણવત્તા મૂલ્યાંકન સંપન્ન: શિક્ષણ અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

માલપુરની અંત્ય સાતરડા-૧ પ્રાથમિક શાળામાં SQAAF અંતર્ગત ગુણવત્તા મૂલ્યાંકન સંપન્ન: શિક્ષણ અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો

રાજ્ય સરકાર દ્વારા શાળાઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણનું સ્તર ચકાસવા માટે અમલી બનાવેલા સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) અંતર્ગત માલપુર તાલુકાની અંત્ય સાતરડા-૧ પ્રાથમિક શાળા ખાતે મૂલ્યાંકનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ૨૧ સપ્ટેમ્બરથી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ ચાર દિવસીય મૂલ્યાંકન પ્રક્રિયામાં શાળાના શૈક્ષણિક અને વહીવટી પરિમાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

આ મૂલ્યાંકન માટે ચોરીમાલા (ભિલોડા) સી.આર.સી. કો-ઓર્ડિનેટર અને SQAAF વેરિફાયર ડૉ. વિજય જાદવ તથા એનજીઓ ડિપાર્ટમેન્ટના સહાયક  ચિરાગ ભાટિયાએ શાળાની મુલાકાત લીધી હતી. મૂલ્યાંકન દરમિયાન શાળામાં અધ્યયન-અધ્યાપન કાર્ય, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, પરીક્ષા સંચાલન તેમજ શાળાકીય વ્યવસ્થાપન જેવા મુખ્ય ક્ષેત્રોનું સ્થળ તપાસ સાથે પ્રમાણીકરણ કરવામાં આવ્યું હતું.

નિરીક્ષણ દરમિયાન શાળાનું શૈક્ષણિક વાતાવરણ, સુઘડ વ્યવસ્થા અને બાળકોનો ઉત્સાહ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વેરિફાયર ડૉ. વિજય જાદવે જણાવ્યું હતું કે, “સાતરડા-૧ પ્રાથમિક શાળા ખરા અર્થમાં વિદ્યાનું ધામ છે. અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસના ગુણો ચારેય તરફ મહોરી ઊઠેલા જોવા મળ્યા છે. શાળાના જીવંત વાતાવરણ અને બાળકોના કિલ્લોલે બાળપણની યાદો તાજી કરાવી દીધી આ સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયામાં શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પટેલ તેમજ શિક્ષકગણ સર્વ મૂળજીભાઈ કે. પરમાર, મનીષાબેન એસ. પટેલ,  અલ્પેશકુમાર વિ. રાઠોડ,  હિમાંશુભાઈ કે. પ્રણામી,  નિકુંજભાઈ એમ. મકવાણા અને જશવંતભાઈ એસ. પરમાર દ્વારા સક્રિય સહયોગ સાંપડ્યો હતો. સમગ્ર સ્ટાફનું બાળકો પ્રત્યેનું સમર્પણ અને શિક્ષણ કાર્યની ગુણવત્તા ઉડીને આંખે વળગે તેવી રહી હતી. અંત્ય સાતરડા-૧ શાળામાં ઉજવાયેલો આ ગુણોનો ઉત્સવ સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બની રહેશે તેવું નિરીક્ષક ટીમે નોંધ્યું હતું.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો