સેવા સંકલ્પ’અભિયાન ‘ અંતર્ગત મોડાસામાં ‘આંગણ ઉત્સવ’ યોજાયો,બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

‘સેવા સંકલ્પ’અભિયાન ‘ અંતર્ગત મોડાસામાં ‘આંગણ ઉત્સવ’ યોજાયો,બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાયો

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ ‘આંગણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે મોડાસા ખાતે આંગણવાડી કેન્દ્રમાં ‘આંગણ ઉત્સવ’ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ અને મોડાસાના ધારાસભ્ય  ભીખુસિંહ પરમારએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના આગમન બાદ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોએ અભિનય ગીત તથા બાળગીતની સુંદર રજૂઆત કરી હતી. વાલીઓ દ્વારા પણ આંગણવાડી કેન્દ્ર અને બાળકોના વિકાસ અંગે પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા.

 

આંગણ ઉત્સવ અંતર્ગત પોષણ સભા યોજી બાળકો તથા વાલીઓને પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત THR અને MMYનું વિતરણ, ફળ તથા સુખડી/પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત બાળ સ્પર્ધાના વિજેતા બાળકો તથા વાલીઓને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના પોષણ, આરોગ્ય, પ્રારંભિક બાળ સંભાળ અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. ‘સુપોષિત બાળપણ, ઉજ્જવળ ભવિષ્ય’ના સંકલ્પ સાથે યોજાયેલા આંગણ ઉત્સવમાં બાળકો તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

 

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો