સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિજાપુર કૃષિ કચેરીમાં સફાઈ અભિયાન અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી રેકર્ડ વર્ગીકરણ સહિત સફાઈ કામગીરી હાથ ધરી

  • ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિજાપુર કૃષિ કચેરીમાં સફાઈ અભિયાન અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી રેકર્ડ વર્ગીકરણ સહિત સફાઈ કામગીરી હાથ ધરી
    વાત્સલયમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
    મદદનીશ ખેતી નિયામક (વિ.)ની કચેરી, પેટા વિભાગ, વિજાપુર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનના ભાગરૂપે કચેરી પરિસરમાં રેકર્ડનું વ્યવસ્થિત વર્ગીકરણ તેમજ કચેરીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
    આ કામગીરીમાં કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભાગ લઈ શ્રમદાન કર્યું હતું. કચેરીના રેકર્ડને વ્યવસ્થિત રીતે ગોઠવવા સાથે કચેરી પરિસર અને આસપાસના સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.
    અધિકારીઓ-કર્મચારીઓના સામૂહિક શ્રમદાનથી કચેરી પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે જ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
    ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત હાથ ધરાયેલી આ કામગીરીથી કચેરીમાં સ્વચ્છ અને સુઘડ વાતાવરણ ઊભું થયું હતું.
34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો