રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર,તા-૦૧ ઓક્ટોબર : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાપર શહેરના નગાસર તળાવ પાસે આવેલા બગીચામાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દેશભરમાં તારીખ ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અને સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં પૂજ્ય બાપુને સ્વચ્છતા રૂપી કાર્યાંજલિ અર્પણ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાપર વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી ઉમેશભાઈ સોની, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સંદિપસિંહ ઝાલા તેમજ આગેવાનો સર્વશ્રી જયદિપસિંહ જાડેજા, નશાભાઈ દૈયા અને મદુભા વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો અને પદાધિકારીઓએ નગાસર તળાવ બગીચા પરિસરની સાફ-સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું અને નાગરિકોને સ્વચ્છતાને જનઆંદોલન બનાવી પોતાના દૈનિક જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું.આ સફાઈ અભિયાનમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના હોદ્દેદારો, પદાધિકારીઓ, સદસ્યો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, ઉપસરપંચો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો