છોટાઉદેપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય, ડો. રજનીબેન રાઠવા 1,108 મત મળ્યા

    છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપે જીત મેળવી પોતાની બેઠક જાળવી રાખી છે. ભાજપનાં ઉમેદવાર ડો. રજનીબેન રાઠવાએ 1,108 મત મેળવી વિજય હાંસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ રાઠવાને 356 મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો. કૈલાસ રાઠવાને 326 મત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપનાં મંજુલાબેન કોલીનું સભ્યપદ જાતિના દાખલા સંબંધિત વિવાદને પગલે રદ કરવામાં આવતાં વોર્ડ નંબર-4ની બેઠક ખાલી પડી હતી, જેના પગલે પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે ફરી જીત મેળવી બેઠક પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે છોટાઉદેપુરના સ્થાનિક રાજકારણમાં પણ આ પરિણામની ચર્ચા શરૂ થઈ છે.

 

રિપોર્ટર તોસીફ ખત્રી

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો