રક્તદાન એ મહાદાન’: વડાપ્રધાન મોદીના જન્મદિવસે બોડેલીના યુવાનોએ બતાવ્યો ઉત્સાહ

“બોડેલી પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા કાર્યકરોની પહેલથી એક ભવ્ય મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘રક્તદાન એ મહાદાન’ના સંદેશ સાથે મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવસેવાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું; જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને કોઈકનું અમૂલ્ય જીવન બચી શકે તેવા ઉમદા આશયથી યોજાયેલા આ સેવાયજ્ઞ દરમિયાન રક્તદાતાઓને ફ્રૂટનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોળી સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહી વડાપ્રધાનના જન્મદિવસને સાચા અર્થમાં લોકસેવા સાથે ઉજવી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.”

રિપોર્ટર તોસીફ ખત્રી 

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો