

બોડેલી નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં આવતા MDI સ્કૂલથી ગજાનંદ તરફ જતા રોડની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી સ્થાનિક લોકો માટે સમસ્યારૂપ બનેલા આ રોડની કામગીરી બોડેલી નગરપાલિકાના પ્રાથમિક કામોમાં સમાવેશ કરીને શરૂ કરવામાં આવી છે. આ રોડના કામનું ખાતમુહૂર્ત બોડેલીના આગેવાન સૈયદ મિહસીન અલી બાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોડેલી નગરપાલિકા ના કોર્પોરેટર દક્ષેશ પ્રજાપતિ, મુકેશ રાઠવા થતા અગ્રણી વિજયભાઈ રાઠોડ, દિલાવર મન્સૂરી અને MDI સ્કૂલના પ્રિન્સિપાલ ફારૂક ટપલા સહિત વિસ્તારના આગેવાનો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. રોડની કામગીરી પૂર્ણ થયા બાદ વર્ષોથી પડતી મુશ્કેલીમાંથી સ્થાનિક લોકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી










