કદવાલ તાલુકાના ભાભર ગામે કલેક્ટર ગાર્ગી જૈનનું જનસંપર્ક અભિયાન,

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈને અંતરિયાળ વિસ્તારના ભાભર ગામે ઘરે-ઘરે જઈ નાગરિકોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ સંબંધિત બાબતો અંગે માહિતી આપી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજો અંગે જાગૃત રહેવા અને સંબંધિત પ્રક્રિયાની જાણકારી મેળવવા નાગરિકોને અપીલ કરી હતી. વહીવટી તંત્ર સીધું લોકોના ઘરઆંગણે પહોંચતાં અંતરિયાળ વિસ્તારના નાગરિકો સુધી સરકારી માહિતી પહોંચાડવા અને દસ્તાવેજો અંગે જાગૃતિ વધારવાના પ્રયાસોને વેગ મળ્યો છે. આ પ્રકારના જનસંપર્ક અભિયાનથી અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો અંગે વધુ જાણકારી મળે તથા તેમને સંબંધિત કામગીરીમાં સરળતા રહે તેવો હેતુ છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો