આણંદ ગણેશ ચોકડી પાસે આવેલ શિવ દુગ્ધાલય પાસેથી રૂપિયા ૨૫ હજારનો દંડ વસુલ કરાયો

આણંદ ગણેશ ચોકડી પાસે આવેલ શિવ દુગ્ધાલય પાસેથી રૂપિયા ૨૫ હજારનો દંડ વસુલ કરાયો

તાહિર મેમણ – આણંદ – 16/08/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાધાન્ય આપીને કડક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા અને નાગરિકોને શુદ્ધ તેમજ સાત્વિક વસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાની કામગીરીના ભાગરૂપે ગણેશ ચોકડી વિસ્તારમાં આવેલ જાણીતા શિવ દુગ્ધાલય ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન શિવ દુગ્ધાલયમાંથી ગંભીર બેદરકારી સામે આવી હતી. તપાસણી દરમિયાન સ્ટોરમાંથી એક્સપાયરી ડેટ એટલે કે વપરાશની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય તેવી વસ્તુઓ મળી આવી હતી. આવી વસ્તુઓનું વેચાણ જાહેર આરોગ્ય માટે જોખમી હોવાથી મનપાના અધિકારીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. નિયમોના ભંગ બદલ અને બજારમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ રાખવા બદલ શિવ દુગ્ધાલય પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂપિયા ૨૫,૦૦૦/- નો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો.

 

આ આકસ્મિક તપાસ બાદ મહાનગરપાલિકા દ્વારા દુકાન સંચાલકને ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવતી કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આણંદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ખાદ્ય એકમો પર નિયમિત તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી કરીને જાહેર આરોગ્યની જાળવણી થઈ શકે.

 

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાદ્ય સામગ્રી નું વેચાણ કરતા ખાણીપીણીના એકમોએ સ્વચ્છતા રાખવી અને એક્સપાયરી ડેટની વસ્તુઓનો તાત્કાલિક અસરથી નિકાલ કરવો જોઈએ તેમ પણ જણાવ્યું છે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો