GUJARAT:ગુજરાતમાં સિલિકોસિસ પીડિતોની વહારે અમેરિકન કંપની: PTRC માટે વૈશ્વિક સ્તરે ભંડોળ એકત્ર કરશે ‘કોલંબિયા જેમ હાઉસ’

GUJARAT:ગુજરાતમાં સિલિકોસિસ પીડિતોની વહારે અમેરિકન કંપની: PTRC માટે વૈશ્વિક સ્તરે ભંડોળ એકત્ર કરશે ‘કોલંબિયા જેમ હાઉસ’

ગુજરાતમાં સિલિકોસિસ પીડિતોના લાભ માટે એક અનોખી આંતરરાષ્ટ્રીય પહેલ એક અમેરિકન કંપની પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (PTRC) માટે ભંડોળ એકત્ર કરશે.

કોલંબિયા જેમ હાઉસ નામની કલર જેમ સ્ટોનના આભૂષણો બનાવી વેચતી એક અમેરિકન કંપની દ્વારા એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ભારતમાં કામદારોના જીવન પર અસર કરતા જીવલેણ વ્યવસાયિક રોગ સિલિકોસિસ પ્રત્યે જાગૃતિ લાવવા અને આ રોગનો ભોગ બનેલા દર્દીઓના જીવનમાં સુધારો લાવવા માટે ગુજરાતમાં PTRCના પ્રયાસોને ટેકો આપવા માટેની આ પહેલ છે.

 

યુએસએના વોશિંગ્ટન રાજ્યના વાનકુવર સ્થિત કોલંબિયા જેમ હાઉસ રંગીન રત્નો અને ઝવેરાતના સોર્સિંગ, કટિંગ અને વેચાણના વ્યવસાયમાં છે. વ્યવસાયમાં નૈતિકતાના ઉચ્ચ ધોરણો જાળવવા માટે તે આગ્રહ રાખે છે. કંપનીએ 2019 માં PTRCને શિકાગો રિસ્પોન્સિબલ જવેલરી કોન્ફરન્સમાં સિલિકોસિસ બાબત જાગૃતિ અને સક્રીયતા માટે હિમાયત કરવા આમંત્રણ આપ્યું હતું. ઉદ્યોગ-વ્યાપી આ કોન્ફરસ રત્ન પુરવઠા શૃંખલામાં ધોરણસરના વેપાર, વેપારમાં નૈતિકતા અને કાચામાલની ઉપલબ્ધીમાં જવાબદેહીતા જેવા મુદ્દાઓ પર ભેગા થઇ ચર્ચા અને વિચાર વિનીમય કરે છે. સરકારને કર ચૂકવવા, તેમના કામદારોને વાજબી વેતન ચૂકવવું અને સામાજિક સુરક્ષા પૂરી પાડવી, તેમની સલામતી અને આરોગ્યનું ધ્યાન રાખવું, પ્રદૂષણ ન કરવું અને આસપાસની વસ્તીને નુકસાન ન પહોંચાડવું – એવા મૂલ્યો સાથે વેપાર કરવાનો આગ્રહ રાખતા વેપારીઓ દર ઓક્ટોબરમાં શિકાગોમાં મળે છે અને ઝવેરાત વ્યવસાયના આ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. કોલંબિયા જેમ હાઉસ નિયમિતપણે આ પરિષદમાં ભાગ લે છે અને વર્ષોથી ખંભાતના અકીક ઉદ્યોગમાં સિલિકોસિસને કારણે થતા અકાળ મૃત્યુ પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. તેઓ દર વર્ષે આ મુદ્દા અંગે આ કોન્ફરન્સમાં ચર્ચા કરતા હોય છે.

દર વર્ષે, ૯ જવેલરી ડિઝાઇનર્સ મેન્યુફેક્ચરિંગ જ્વેલર્સ એન્ડ સપ્લાયર્સ ઓફ અમેરિકા (MUSA) નામના જૂથ દ્વારા પૂરી પાડવામાં આવેલી કાલ્પનિક વાર્તા પર આધારિત આભૂષણોની ડિઝાઇન તૈયાર કરે છે, અને તે બનાવવા માટે કોલંબિયા જેમ હાઉસ ડિઝાઇનર્સને રંગીન પત્થરો (આ વર્ષે ભારતીય મોસ એગેટ, વિન્ઝા નીલમ, બ્રાઝિલિયન એન્ડાલુસાઇટ અને નાઇજિરિયન ટુરમાલાઈનનો સમાવેશ થાય છે) દાન કરે છે. તેમાંથી આ ડીઝાઇનરો પોતાની ડિઝાઇન અનુસાર આભૂષણો તૈયાર કરે છે. તૈયાર થયેલ આભૂષણો ઓક્ટોબર મહિના દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓનલાઇન રેફલ (લોટરી) માટે મૂકવામાં આવે છે. ટિકિટ 25 USD માં વેચાય છે. એક

 

વ્યક્તિ ગમે તેટલી ટિકિટ ખરીદી શકે છે. મહિનાના અંતે, કંપની રેન્ડમાઇઝ્ડ ડ્રો કરે છે અને વિજેતાનો સંપર્ક કરે છે. આ રીતે, www.columbiagemhouse.com પર વેચાયેલી દરેક ટિકિટ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવે છે. કંપની રિસ્પોન્સિબલ જવેલરી કોન્ફરન્સમાં સીલીકોસીસ અંગે ચર્ચા કરે છે પણ હવે કંપની એક ડગલું આગળ વધીને આ વર્ષના તેમના વાર્ષિક ભંડોળના લાભાર્થી તરીકે PTRC ની પસંદગી કરી છે. આ વર્ષે વેચાયેલી દરેક ટિકિટનો દરેક ડોલર પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરને દાનમાં આપવામાં આવશે.

 

આ ઓનલાઈન ભંડોળ એકત્રીકરણને આંતરરાષ્ટ્રીય સ્તરે સારો આવકાર મળ્યો છે અને પાછલા વર્ષોમાં $5,000 થી $12,000 USD સુધીનું ભંડોળ એકત્ર થયું છે.

 

આ વર્ષે, કોલંબિયા જેમ હાઉસના લાભાર્થી તરીકેનું સન્માન PTRC ને મળ્યું છે તે આનંદની વાત છે. આ ભંડોળ સિલિકોસિસ વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી અસરગ્રસ્ત લોકોનું જીવન સુધારવા માટે PTRC દ્વારા કરવામાં આવી રહેલા સતત પ્રયાસોમાં મદદરૂપ થશે.

 

વધુ જાણવા અને ભંડોળ ઊભુ કરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે સૂચના મેળવવા માટે, કૃપા કરીને www.columbiagemhouse.com/pages/newsletter नी मुलाकात लो ने ओलंबिया ४ स न्यूलेटर માટે સાઇન અપ કરો. આપ PTRCની વેબ્સાઇટ peoplestraling.org ની પણ મુલાકાત લઇ શકો છો જ્યાં સંસ્થાના વાર્ષીક અહેવાલો અને અન્ય પ્રકાશ્નોન જોવા મળી શકે છે.

 

સિલિકોસિસ જેવા વ્યવસાયિક રોગો સામે લડવા માટે આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય ટેકો સ્થાનીક સંસ્થા માટે મહત્વપૂર્ણ બની રહે છે એટલું જ નહી, વિશ્વભરમાં કામદારોના આરોગ્ય અને સલામતી પડકારો અંગે જાગૃતિ લાવવામાં પણ મદદ કરે છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો