દાહોદ જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા “લોકશાહી બચાવો સપ્તાહ” અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયું

તા.૧૨.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા “લોકશાહી બચાવો સપ્તાહ” અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયું

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે “લોકશાહી બચાવો સપ્તાહ” અંતર્ગત એક વિશાળ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.​તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે જિલ્લા અને તાલુકા કોંગ્રેસના તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખો, હોદ્દેદારો, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, વિધાનસભાના ઉમેદવારો, તેમજ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના ચૂંટાયેલા અને સ્પર્ધક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.​આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા સર્કલથી શરૂ કરી જૂની નગરપાલિકા અને કોર્ટ રોડ થઈ મામલતદાર કચેરી સુધી જોરદાર સૂત્રોચ્ચાર સાથે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલીના અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા દાહોદ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો