તા.૧૨.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક IVF સેન્ટરનો શુભારંભ
દાહોદ શહેર અને સમગ્ર જિલ્લા માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહેલા દંપતીઓ માટે હવે દાહોદમાં જ આશાનું નવું કિરણ પ્રગટ્યું છે. દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે.કોલેજ એન્ડ હોસ્પિટલના ડીન અને સીઈઓ પ્રોફેસર ડૉ. સંજય કુમાર તથા એમ.બી.બી.એસ., એમ.એસ. અને જર્મનીથી ડિપ્લોમા ઇન IVF પ્રાપ્ત કરનાર પ્રોફેસર ડૉ. જય શેઠના માર્ગદર્શન હેઠળ આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.સંતાનપ્રાપ્તિની આશા રાખતા દંપતીઓને હવે દાહોદમાં જ આધુનિક પ્રજનન સારવાર મળી રહેશે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ વંધ્યત્વથી પીડાતા દંપતીઓને ગુણવત્તાયુક્ત, સુવિધાજનક અને રાહતદરે સારવાર પૂરી પાડવાનો છે.ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના લોકોને મોટો લાભઆ સેન્ટર શરૂ થવાથી માત્ર દાહોદ શહેર જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને પણ ઘરઆંગણે આધુનિક તબીબી સારવારનો લાભ મળશે. અગાઉ આવી સારવાર માટે મોટા શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે દંપતીઓને ભારે મુસાફરી, સમય અને આર્થિક ખર્ચનો સામનો કરવો પડતો હતો. હવે આ તમામ બાબતોમાં મોટી રાહત મળશે.ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાની આ એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ છે. આ IVF સેન્ટરની શરૂઆતથી અનેક દંપતીઓમાં નવો વિશ્વાસ જાગ્યો છે અને તેમના સંતાનપ્રાપ્તિના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં નવી તક ખુલી છે.ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ – આધુનિક તબીબી સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા માટે હંમેશા પ્રતિબદ્ધ.








