પામોલ ગામે ખેતરમાં ઘાસચારામાં આગ, રૂ. 5 લાખના નુકસાનનો અંદાજ
વિજાપુર નગરપાલિકાના ફાયરમેનોએ આગ પર કાબૂ મેળવ્યો


વત્સલ્યયમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર તાલુકાના પામોલ ગામે ચૌધરી રમેશભાઈના ખેતરમાં ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં વાડામાં બાંધેલી ભેંસ અને ઘાસચારા સહિતની મિલકતને નુકસાન થયું હોવાનું જણાવાયું છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે રૂ. 5 લાખનું નુકસાન થયું હોવાનું રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ આ ઘટનાની જાણ થતાં વિજાપુર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયરમેન કુલદીપ પટેલ અને યશરાજસિંહ રાઠોડ સહિત ની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરમેનોએ આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની ઘટનામાં ખેતરમાં રાખેલા ઘાસચારા તથા વાડામાં બાંધેલી ભેંસને નુકસાન થયું હોવાનું જણાવાયું છે. આ ઘટનાને પગલે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઘટનામાં થયેલા નુકસાન અંગે સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી છે. જોકે, આગ લાગવાનું કારણ હાલ સ્પષ્ટ થયુ નથી ખેડૂત પશુપાલક રમેશભાઇ ચૌધરી એ ગ્રામપંચાયત ના તલાટી ને આ બાબત ની જાણ કરવામાં આવી છે.ઘટના ને લઈ પંચનામુ વગેરે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










