ધ્રોલ-જોડિયા પોલીસનો દારૂના જથ્થા પર બુલડોઝર

ધ્રોલ-જોડિયા પોલીસનો દારૂના જથ્થા પર બુલડોઝર

છેલ્લા ત્રણ માસમાં પકડાયેલી ૪,૦૫૮ બોટલ સહિત રૂ. ૧૦.૬૭ લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૧૬ : જામનગર જિલ્લાના ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન દારૂબંધીના કાયદા હેઠળ પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નાની-મોટી કુલ ૪,૦૫૮ બોટલ સહિત અંદાજે રૂ. ૧૦.૬૭ લાખની કિંમતના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન ગ્રામ્ય ડીવાયએસપી પીયુષ વાંદા, ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ, જોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએથી પકડવામાં આવેલા દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો. દારૂબંધીના કાયદાના અમલ અને ગેરકાયદે દારૂના વેચાણ સામેની કાર્યવાહી અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો