સદભાવ ફાઉન્ડેશન દ્વારા વિજાપુર તાલુકા ની PHC કેન્દ્ર ખાતે 117 સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર 

વિજાપુર તાલુકાની PHC કેન્દ્ર ખાતે સદભાવ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ‘જતન’ અંતર્ગત CSR ફંડ તથા IRCTCના સહયોગથી વિજાપુર તાલુકાની ઓછા વજન ધરાવતી 117 સગર્ભા મહિલાઓને છ માસ માટે પોષણસભર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પોષણ કીટમાં ઘી, ગોળ, બાજરી, સિંગદાણા, ખજૂર, શેકેલા ચણા, કાચા ચણા, ચણાદાળ તથા ટોપરાનો પાવડર સહિત પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક કીટમાં આશરે 15 કિલો સામગ્રી આપવામાં આવી છે. તાલુકાની ચાર જેટલી PHC કેન્દ્ર જંત્રાલ, સરદારપુર, ફલુ તથા લાડોલ વિસ્તારની સગર્ભા મહિલાઓને પણ કીટનું વિતરણ કરાયું હતું. સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર મળી રહે અને માતા-બાળકના સ્વાસ્થ્યને વધુ સારો પોષણ આધાર મળે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિતરણ પ્રસંગે સદભાવ ફાઉન્ડેશન તરફથી ઔરંગભાઈ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ, અર્બન હેલ્થ ઓફિસર ડો. એ.આર. પટેલ, આયુષ મેડિકલ ઓફિસર તેમજ વિજાપુર તાલુકાનો આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.









