સાગબારામાં જિલ્લા કક્ષાની ‘વિકસિત ભારત યુવા સંસદ’ યોજાઈ

સાગબારામાં જિલ્લા કક્ષાની ‘વિકસિત ભારત યુવા સંસદ’ યોજાઈ

 

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વિષય પર યુવાનોની સંસદીય ચર્ચા; લોકશાહી અને નેતૃત્વ ક્ષમતા વિકસાવવા યુવાનોને મળ્યું મંચ

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: photo;
hw-remosaic: false;
touch: (0.34814814, 0.22239584);
modeInfo: HDR ;
sceneMode: 2;
cct_value: 5705;
AI_Scene: (-1, -1);
aec_lux: 54.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 40;

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

સાગબારા : નર્મદા જિલ્લાના સાગબારા ખાતે માય ભારત નર્મદા (MY Bharat Narmada) દ્વારા ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના ઉપક્રમે જિલ્લા કક્ષાની **‘વિકસિત ભારત યુવા સંસદ-2027’**નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

યુવાનોમાં લોકશાહી પ્રક્રિયા અંગેની સમજ અને ભાગીદારી વધે, નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય તેમજ રાષ્ટ્રીય મહત્વના વિષયો અંગે રચનાત્મક ચર્ચા માટે મંચ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

 

યુવા સંસદમાં મુખ્ય વિષય તરીકે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ રાખવામાં આવ્યો હતો. જેમાં યુવા સ્પર્ધકોએ સંસદીય શૈલીમાં પોતાના વિચારો, મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોને સંસદીય પ્રક્રિયા, ચર્ચા-વિચારણા અને લોકશાહી મૂલ્યો અંગે પણ માર્ગદર્શન મળ્યું હતું.

 

કાર્યક્રમમાં ભાજપ સંગઠનના એસ.ટી. મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શંકરભાઈ વસાવા, નિવૃત્ત IAS અધિકારી ભરતભાઈ કે. વસાવા, વિકસિત ભારતના પ્રોજેક્ટ ઓફિસર ચંદ્રકાંત બક્ષી, દેડિયાપાડા R&B વિભાગના નાયબ ઈજનેર નિખિલ રોય, નિવૃત્ત શિક્ષક તથા દેવમોગરા માઈ મંદિરના ટ્રસ્ટી નાનસિંગભાઈ વસાવા, કોલેજના આચાર્ય, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમમાં યુવાનો દ્વારા રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરવામાં આવતા ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો