મેઘરજમાં પહોંચી આદિવાસી ન્યાય યાત્રા, ચૈતરભાઈ વસાવાની મુક્તિની માંગ તેજ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં પહોંચી આદિવાસી ન્યાય યાત્રા, ચૈતરભાઈ વસાવાની મુક્તિની માંગ તેજ

10મા દિવસે મેઘરજ પહોંચી યાત્રા, શકુંતલાબેન વસાવા અને વર્ષાબેનના નેતૃત્વમાં આદિવાસી સમાજના હક્કો માટે ઉઠાવ્યો અવાજ

મેઘરજ | અરવલ્લી

આદિવાસી સમાજના બંધારણીય હક્કો અને અધિકારોના મુદ્દે શરૂ કરવામાં આવેલી આદિવાસી ન્યાય યાત્રા 10મા દિવસે અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે પહોંચી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુક્તિની માંગ સાથે નીકળેલી આ યાત્રાનું નેતૃત્વ ચૈતરભાઈ વસાવાનાં પત્ની શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન કરી રહ્યાં છે.

ઉમરગામથી શરૂ થયેલી આદિવાસી ન્યાય યાત્રાને વિવિધ વિસ્તારોમાં લોકોનું સમર્થન મળી રહ્યું હોવાનો આયોજકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. યાત્રા દરમિયાન આદિવાસી સમાજના બંધારણીય હક્કો, અધિકારો અને ન્યાયના મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજકીય ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવાને જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમણે ચૈતરભાઈ વસાવાની તાત્કાલિક મુક્તિની માંગ પણ કરી હતી.

યાત્રાને સમર્થન આપવા માટે લોકો સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી પણ જોડાઈ રહ્યા હોવાનો પક્ષના નેતાઓએ દાવો કર્યો છે. ચૈતરભાઈ વસાવાને મુક્ત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.આ યાત્રા દરમિયાન ‘જેલનો જવાબ વોટથી’ ના નારા સાથે ભાજપ સરકારને ચૂંટણીમાં જવાબ આપવાનો હુંકાર આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મેઘરજ પહોંચેલી આ યાત્રા સાથે આદિવાસી સમાજના હક્કો અને ચૈતરભાઈ વસાવાની મુક્તિનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો