અરવલ્લી – ઝાંઝરી બોર્ડર તરફથી દારૂ ભરેલી કાર શામળાજી,ટીંટોઈ, મોડાસા અને ધનસુરા પોલીસ સ્ટેશન હદમાંથી પસાર થઈ – બાયડ ખાતે SMC ની રેડ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – ઝાંઝરી બોર્ડર તરફથી દારૂ ભરેલી કાર શામળાજી,ટીંટોઈ, મોડાસા અને ધનસુરા પોલીસ સ્ટેશન હદમાંથી પસાર થઈ – બાયડ ખાતે SMC ની રેડ

અરવલ્લી : SMCની શંકાસ્પદ કામગીરી..!! દારૂ ભરેલી ક્રેટા કારની સજ્જડ બાતમી,કાર બાયડ સુધી આવ્યા પછી પકડી

ઝાંઝરી બોર્ડર તરફથી દારૂ ભરેલી કાર શામળાજી,ટીંટોઈ, મોડાસા અને ધનસુરા પોલીસ સ્ટેશન હદમાંથી પસાર થઈ ત્યાં સુધી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રાહ જોતા અનેક તર્ક વિતર્કસદનસીબે દારૂ ભરેલી કારના બૂટલેગરોએ રૂટ બદલ્યો હોત તો એસએમસી હાથ ઘસતી રહી જતી

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતર રાજ્ય સરહદો પરથી બુટલેગરો દિવાળી પર્વમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા અધીરા બન્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જીલ્લામાં ધામા નાખી બાતમીદરોની મદદથી નાના મોટા વાહનોમાં દારૂની ખેપ નિષ્ફળ બનાવી રહી છે જોકે સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી સામે પોલીસબેડામાં તરહ તરહ ની ચર્ચાએ જોર પકડ્યું છે છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ બાયડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રનિંગ રેડ કરી સ્થાનિક અને જીલ્લા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા કરી રહી છે 

એસએમસી પાસે રાજસ્થાનના ઠેકા પરથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝાંઝરી સરહદ થઈ શામળાજી,ટીંટોઈ,મોડાસા અને ધનસુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ બાયડ તરફ આવી રહી હોવાની સજ્જડ બાતમી હોવા છતાં બાયડ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર સુધી આવવા દઈ વાત્રક નજીકથી ૧૦.૧૯ લાખનો દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી લીધી હતી બંને બુટલેગરો એસએમસીને હાથતાળી આપી ફરાર થઈ ગયા હતા

સ્ટેટ મોનિટરિંગ સેલે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાનના ઠેકા પરથી ક્રેટા કારમાં બુટલેગરો દારૂની ખેપ મારી રહ્યા હોવાની બાતમી મળતા ધનસુરા-બાયડ માર્ગ પર વાત્રક ગામની સીમમાં નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા બાતમી આધારિત કાર આવતા અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરોએ કાર રિવર્સ કરી પરત હંકારવા જતા રોડ બાજુના ખાડામાં ઉતરી જતા કારમાં સવાર બે અજાણ્યા બુટલેગરો ફરાર થઈ જતા પોલીસે ક્રેટા કારમાંથી ૧૦.૧૯ લાખના દારૂ સહિત કાર અને મોબાઇલ મળી કુલ રૂ.૨૦.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે બાયડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો