માનવતાની મહેક: ડૉ.સુનિલ પરમારે પોતાના જન્મદિવસને સેવા દિવસમાં ફેરવ્યો,૧૭૫ કિડની સ્ટોનના દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરી.

તારીખ ૦૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી પાર્ટી અને ભેટ-સોગાદોથી થતી હોય છે, ત્યારે જય નારાયણ હોસ્પિટલ, મધવાસના ડૉ. સુનિલકુમાર નટુભાઈ પરમારે પોતાના જન્મદિવસને સેવાકીય સંકલ્પમાં ફેરવી એક અનોખી પહેલ કરી છે.

કાલોલ તાલુકાના મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલના માલિક ડૉ. પરમાર દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે કિડની સ્ટોનથી પીડાતા કુલ ૧૭૫ દર્દીઓની નિઃશુલ્ક તબીબી સેવા કરવામાં આવી હતી. આ સેવા કેમ્પમાં દર્દીઓની ઝીણવટભરી તપાસ, નિષ્ણાત તબીબી પરામર્શ, કિડની સ્ટોન અંગે વિસ્તૃત માર્ગદર્શન અને જરૂરી સારવાર અંગે સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત આગળની સારવાર માટે યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. અને માત્ર તબીબી સેવા જ નહીં, આ સેવાયજ્ઞને વધુ યાદગાર બનાવવા માટે ડૉ. પરમારે શાળાના નાના ભૂલકાઓ સાથે પોતાની ખુશી વહેંચી હતી અને બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું. જ્યાં ડૉ. સુનિલકુમારે જણાવ્યું હતું કે, “જન્મદિવસની સાચી ઉજવણી ત્યારે જ છે,જ્યારે આપણી ખુશી કોઈના જીવનમાં ઉપયોગી બને.”૧૭૫ દર્દીઓની સેવા થકી અનેક પરિવારો સુધી રાહત અને આશાનો સંદેશ પહોંચ્યો છે. તેમના આ સેવાકીય કાર્યને સમગ્ર કાલોલ પંથકના લોકો અને દર્દીઓએ બિરદાવ્યું છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો