રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૧૦.૨૦૨૬
તાજેતરમાં યોજાયેલ તાલુકા કક્ષાના ‘ખેલ મહાકુંભ’ અંતર્ગત યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં સરસ્વતી વિદ્યા મંદિર, હાલોલ (ગુજરાતી માધ્યમ)ના Under-14 (U-14) ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાનું નામ રોશન કર્યું છે. સમગ્ર સ્પર્ધા દરમિયાન શાનદાર રમતનું પ્રદર્શન કરી શાળાની ટીમે ફાઇનલ મેચમાં ભવ્ય વિજય મેળવીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ અને ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ, ટ્રસ્ટીગણ તથા આચાર્ય દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે જ, વિદ્યાર્થીઓને ખેલદિલી અને રમતગમતનું ઉત્તમ માર્ગદર્શન આપી સજ્જ કરનાર શાળાના પી.ટી. ટીચર કાન્તાબેનની સરાહનીય કામગીરીને બિરદાવી તેમને પણ વિશેષ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા તમામ વિજેતાઓને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.











