MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ, ચેકિંગ અને નોટિસની કામગીરી કરાઈ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અને પ્રિવેન્શન અંગે જાગૃતિ લાવવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૦૨/૦૯/૨૦૨૬ થી ૦૮/૦૯/૨૦૨૬ દરમિયાન ફાયર શાખા દ્વારા વિવિધ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.
ફાયર ટ્રેનિંગ અને ચકાસણી – આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ૦૧ કોમ્પ્લેક્સમાં ૦૬ જેટલા સ્ટાફ સભ્યોને ફાયર પ્રિવેન્શન (અગ્નિશમન સુરક્ષા) ની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સ્થળ ચકાસણી (ચેકિંગ) હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જે બિલ્ડિંગોમાં ફાયર સિસ્ટમમાં ખામી કે અપૂર્તતા જોવા મળી હતી તેમને નોટિસ ફટકારવામાં આવી છે અને જરૂરી ગાઇડલાઇન મુજબ સૂચનાઓ આપવામાં આવી છે.

FSPA અરજી અને કામગીરી અગ્નિશમન શાખાને ૦૧ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજી મળેલ હતી, જેને આગળની કાર્યવાહી અર્થે RFO કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનિંગ અને કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકો ફાયર સેફ્ટી પ્રત્યે જાગૃત થાય, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખે અને કટોકટીના સમયે તાત્કાલિક પગલાં ભરી મોટી દુર્ઘટના કે જાનમાલનું નુકસાન અટકાવી શકાય તેવો છે.

ઇમરજન્સી કોલ અને સંપર્ક નંબર : છેલ્લા સપ્તાહ દરમિયાન મોરબીમાં ૦૫ ફાયર કોલ અને ૦૩ રેસ્ક્યુ કોલ મળ્યા હતા, જેમાં ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચી નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી.કોઈપણ પ્રકારની આગ કે ઇમરજન્સી ઘટના સમયે નાગરિકોને મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસના નીચે મુજબના નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે:લેન્ડલાઇન નંબર: (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ ઇમરજન્સી નંબર: ૧૦૧ અથવા ૧૧૨










