મેંદરડા પંથકમાં મગફળીની સીઝન શરૂ, વરસાદની ખેંચથી ખેડૂતોની ચિંતા વધી

મેંદરડા પંથકમાં હાલ મગફળીની સીઝન શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો પોતાના મહામૂલા પાકને તૈયાર કરવા માટે ભારે મથામણ કરી રહ્યા છે. હવે મગફળીનું ઉત્પાદન કેટલું રહેશે તે અંગે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મેંદરડાના ખેડૂત પરસોતમભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર, આગોતરા વાવેતર કરાયેલી મગફળીમાં ઉત્પાદન ખર્ચ જેટલું ઉત્પાદન મળી રહે તેવી શક્યતા છે, જ્યારે ત્યારબાદના વાવેતરમાં વરસાદની અછતને કારણે મગફળીનું ઉત્પાદન નહિવત રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ખેડૂતોને કરેલો ઉત્પાદન ખર્ચ પણ માથે પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વધુમાં પરસોતમભાઈ ઢેબરીયાએ જણાવ્યું હતું કે, આ વખતે વરસાદ પૂરતો ન વરસતા વિસ્તારમાં દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ છે. વરસાદની અછતને કારણે આગામી રવિ સિઝનમાં ઘઉં, ચણા અને ધાણા જેવા રવિ પાકોના વાવેતર પર પણ અસર થવાની શક્યતા છે. જો રવિ સિઝનમાં પણ વાવેતર ઓછું થશે તો આગામી સમયમાં અનાજના ઉત્પાદન પર તેની અસર પડી શકે છે અને ખેડૂતો તેમજ સામાન્ય લોકોને અનાજની ઉપલબ્ધતા અંગે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો