MORBI:મોરબીના શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે જૂથ અથડામણ: પાઇપ અને છરી વડે હુમલો, સામસામી ફરિયાદ

MORBI:મોરબીના શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે જૂથ અથડામણ: પાઇપ અને છરી વડે હુમલો, સામસામી ફરિયાદ

મોરબી:શહેરના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના નાકા પાસે ગત રાત્રિના સમયે નજીવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. આ જૂથ અથડામણમાં પાઇપ અને છરી જેવા હથિયારો ઉડતા બંને પક્ષે ઈજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, પ્રથમ પક્ષે અલ્પેશભાઈ મગનભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના સગીર વયના નાના ભાઈ ચંદ્રકાંતને તેની સાથે સ્કૂલમાં ભણતો પ્રિયાન જોગડ અવારનવાર હેરાન કરી ફડાકા મારતો હતો. આ મામલે બોલાચાલી થતાં પ્રિયાન જોગડ, મીત, પાર્થરાજસિંહ ઝાલા અને ઉર્વરાજસિંહ ઝાલાએ ભેગા મળી મુંઢમાર માર્યો હતો. તે દરમિયાન પાર્થરાજસિંહે ફરિયાદીના માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

સામાપક્ષે ઉર્વરાજસિંહ હકુભા ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, આરોપી ચંદ્રકાન્ત, અલ્પેશભાઈ અને પરસોત્તમભાઈ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સીન-સપાટા કરતા હોવાથી તેમના ભાણેજે તેમને ટપાર્યા હતા. જેથી બંને પક્ષે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો થાળે પાડવા જતાં આરોપી પરસોત્તમભાઈ અને અલ્પેશભાઈએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઉર્વરાજસિંહને હાથની કોણીના ભાગે તેમજ અન્ય સાહેદોને પગના પંજા અને અંગૂઠામાં છરી વાગતાં ઈજા પહોંચી હતી.મોરબી એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની વિગતોના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો