પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ: મહિલા ખેડૂતોની ક્ષમતા વર્ધન માટે સુકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે તાલીમ યોજાઈ

પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ: મહિલા ખેડૂતોની ક્ષમતા વર્ધન માટે સુકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે તાલીમ યોજાઈ

—————–&

મહિલા કિસાન દિવસની ઉજવણી અંતર્ગત મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન અપાયું

—————–&

માહિતી બ્યુરો, પાટણ

તા. ૧૫/૧૦/૨૦૨૬

સમાચાર સંખ્યા: ૬૮૬/૪૨

પાટણ જિલ્લાના રાધનપુર સ્થિત ‘સુકી ખેતી સંશોધન કેન્દ્ર’ ખાતે મહિલા કિસાન દિવસ નિમિત્તે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મહિલા ખેડૂતોની ક્ષમતા વર્ધન (કેપેસિટી બિલ્ડિંગ) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકાની મહિલા ખેડૂતો સહિત અન્ય ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન ખેડૂતોને ખેતી સંબંધિત વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રાકૃતિક કૃષિનું મહત્વ, તેની વિવિધ પદ્ધતિઓ, ખેતીમાં તેનો ઉપયોગ તથા તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીનની ફળદ્રુપતા જાળવવા અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પદ્ધતિઓની પ્રત્યક્ષ સમજ મળી રહે તે હેતુથી પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મોડેલ ફાર્મ પર અમલમાં મૂકવામાં આવેલી પ્રાકૃતિક કૃષિની વિવિધ પદ્ધતિઓ, તેના વ્યવહારુ ઉપયોગ અને લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ અને પ્રત્યક્ષ નિદર્શનના માધ્યમથી મહિલા ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ વધારવા, ખેતી વિષયક જ્ઞાનમાં વધારો કરવા તથા ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો