તારીખ ૨૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામ ખાતે ભારત સરકારના ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત તા. 21 સપ્ટેમ્બરના રોજ PHC-સણસોલી અને AAM-સણસોલીના સંયુક્ત આયોજનથી એક્સ-રે કેમ્પ યોજાયો હતો.કેમ્પ દરમિયાન ગ્રામજનોના છાતીના X-Ray, NCD (બિનસંક્રમિત રોગો) સ્ક્રિનિંગ તથા સામાન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા ગ્રામજનોને વિવિધ આરોગ્યલક્ષી માહિતી, જરૂરી માર્ગદર્શન અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.કેમ્પમાં કુલ 95 ગ્રામજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં 37 પુરુષો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે.ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા આ પ્રકારના આરોગ્ય કેમ્પથી લોકોને સમયસર આરોગ્ય તપાસની સુવિધા મળી રહે છે તેમજ ટીબી સહિતના રોગોની વહેલી તકે ઓળખ અને જરૂરી માર્ગદર્શન મેળવવામાં મદદરૂપ થાય છે.











