MORBI:મોરબી તાલુકામાં ‘નમો સેવા ગાથા – અનકહી કહાની’ વિષય પર ભાવસભર શેરી નાટકો યોજાયા

MORBI:મોરબી તાલુકામાં ‘નમો સેવા ગાથા – અનકહી કહાની’ વિષય પર ભાવસભર શેરી નાટકો યોજાયા

નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે રજૂ સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપતા શેરી નાટકો નિહાળવા મોટી સંખ્યામાં ઉમટ્યા નગરજનો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવાકાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

 

જે અન્વયે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘નમો સેવા ગાથા – અનકહી કહાની’ વિષય હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓ અને મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં શેરી નાટકોનું આયોજન કરાઈ રહ્યું છે.

 

આ અભિયાનના ભાગરૂપે તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાના નાગડાવાસ અને પાનેલી ગામે ગ્રામીણ નાગરિકો માટે તેમજ રાત્રિના સમયે લીલાપર રોડ સ્થિત મયુર નગરી કા રાજા ખાતે શહેરીજનો માટે શેરી નાટકના વિશેષ પ્રદર્શનો યોજાયા હતા. મોરબી શહેર સહિતના વિસ્તારોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ વર્ગના નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

કલાકારો દ્વારા આકર્ષક સંવાદો અને દ્રશ્યો થકી સેવા, સમર્પણ અને જનકલ્યાણના વિચારોને અત્યંત સરળ શૈલીમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આગામી દિવસોમાં પણ સમગ્ર મોરબી જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નાટકોની આ શૃંખલા સતત ચાલુ રાખવામાં આવશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Horoscope

Weather

વધુ વાંચો

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો