ખાડા પૂરાયા, જોખમ વધ્યું! રાજપારડી–ઉમલ્લા માર્ગ પર પથ્થરો અને ધૂળથી વાહનચાલકો પરેશાન

રાજપારડી–ઉમલ્લા SOU માર્ગ પર પેચવર્ક બાદ રસ્તા પર પથ્થરોનો ખડકલો અને ઉડતી ધૂળને કારણે વાહનચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે.

 

ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ઉમલ્લા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર હાલ પેચવર્કની કામગીરી ચાલી રહી છે. જોકે, માર્ગ પર પડેલ ખાડો ઓ પૂરવા મોટા પથ્થરો નો ઉપયોગ કરવામાં આવે છે જેને લઈ ને વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.રસ્તાના અનેક ભાગોમાં પેચવર્ક માટે પાથરવામાં આવેલી કપચી અને પથ્થરો ફેલાયેલા જોવા મળી રહ્યા છે. વાહનો પસાર થતાં આ પથ્થરો ઉછળવાની સાથે રસ્તા પર રહેલી ધૂળ પણ મોટી માત્રામાં ઉડતી જોવા મળે છે, જેના કારણે પાછળથી આવતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને બાઈક ચાલકો માટે રસ્તા પર ફેલાયેલા પથ્થરો અને ઉડતી ધૂળ જોખમી બની શકે છે. અચાનક પથ્થર પર બાઈકનું સંતુલન બગડવાની કે ધૂળના કારણે દૃશ્યતા ઘટવાથી અકસ્માત સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.પેચવર્ક બાદ રસ્તા પર યોગ્ય રીતે રોલર ફેરવવામાં આવ્યો છે કે નહીં અને પથ્થરોને યોગ્ય રીતે બેસાડવામાં આવ્યા છે કે નહીં, તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.સ્થાનિકો અને વાહનચાલકોની માંગ છે કે કામગીરી પૂર્ણ કરતા પહેલા રસ્તા પર યોગ્ય રીતે રોલર ચલાવી પથ્થરોને બેસાડવામાં આવે તેમજ ઉડતી ધૂળની સમસ્યાનું પણ નિરાકરણ લાવવામાં આવે, જેથી માર્ગ વાહનચાલકો માટે સંપૂર્ણ સલામત બની શકે.

કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર તાત્કાલિક ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરી રસ્તા પર ફેલાયેલા પથ્થરો અને ઉડતી ધૂળની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે કે નહીં.

ઈરફાન ખત્રી

રાજપારડી

format;
format: 0; filter: null; fileterIntensity: null; fil: 44;
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;

;

format: 1; filter: 0; fileterIntensity: 0.0; fil: 44;zeissColor: bright;

delta:1;
: 44;zeissColor: bright;
format: 1; filter: 0; fileterIntensity: 0.0; : 44;zeissColor: bright;
format: 0; filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
isCameraSense: false;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:0.0000,0.0000;
brp_del_sen:0.0000,0.0000;
motionR: 1;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 96.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;zeissColor: bright;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

Horoscope

Weather

વધુ વાંચો

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

જિલ્લા

શહેર પસંદ કરો