આણંદ ગોરવા એપ્રોચ આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું


તાહિર મેમણ – આણંદ – 24/09/2026 – ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી વિકાસ કાર્યોને વેગ આપવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘સુવિધાપથ ૨૦૨૬-૨૭’ યોજના હેઠળ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે બોરસદ તાલુકાના “ગોરવા એપ્રોચ આરસીસી રોડ”નું ખાતમુહૂર્ત કરાયું થયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પાકા રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. સુવિધાપથ યોજના હેઠળ નિર્માણ પામી રહેલો આ રોડ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને લાંબા ગાળા સુધી સ્થાનિક ટ્રાફિકનું વહન કરવા સક્ષમ બનશે, જે પ્રાદેશિક વિકાસને નવી દિશા આપશે.
મંત્રીશ્રીએ વધુમાં આ નવો આધુનિક આરસીસી રોડ બનવાથી સ્થાનિક વિસ્તારની કનેક્ટિવિટી વધુ મજબૂત થશે. ચોમાસા તેમજ અન્ય ઋતુઓમાં નાગરિકોને ખાડામુક્ત, સુરક્ષિત અને ટકાઉ રસ્તાની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે, જેનાથી ગ્રામજનો અને વાહનચાલકોની અવરજવર વધુ સુગમ બનશે તેમ ઉમેર્યુ હતું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









