અરવલ્લી – વરસાદ વચ્ચે અરવલ્લી ટ્રાફિક પોલીસ અને RTOની માનવતાભરી કામગીરી – ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – વરસાદ વચ્ચે અરવલ્લી ટ્રાફિક પોલીસ અને RTOની માનવતાભરી કામગીરી – ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

અરવલ્લી જિલ્લાના સુનોખ ઓવરબ્રિજ પાસે મોટરસાઇકલ ચાલક અકસ્માતે પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસની ઇન્ટરસેપ્ટર ટીમ તેમજ અરવલ્લી RTOના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ઘટનાસ્થળે વરસાદ વરસી રહ્યો હોવા છતાં પોલીસ અને RTOના અધિકારીઓએ ઈજાગ્રસ્તની સ્થિતિને ધ્યાનમાં લઈ છત્રીનો સહારો આપી તેને વરસાદથી બચાવ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્મતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ પહોંચાડી પોલીસ અને RTOના અધિકારીઓએ ફરજ સાથે માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો