
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વિસાડી ગામ નજીક બોડેલી-હાલોલ મુખ્ય હાઇવે પર વરસાદી માહોલ વચ્ચે ભારે પવનના કારણે વૃક્ષની મોટી ડાળ અચાનક રસ્તા પર તૂટી પડતાં વાહનચાલકોને થોડા સમય માટે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાઇવે પર ડાળ પડતાં વાહન વ્યવહારને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ડાળને કાપીને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક યુવાનોની તાત્કાલિક કામગીરીના કારણે રસ્તો ખુલ્લો થતાં હાઇવે પર વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો અને વાહનચાલકોને રાહત મળી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી









