કાલોલ તાલુકાના બાકરોલમાં સ્વચ્છતા અભિયાનનાં સંદેશ સાથે પ્રાથમિક શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

તારીખ ૦૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

શિક્ષણ મંત્રાલય દ્વારા ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬દરમ્યાન સ્વચ્છ પખવાડા ની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે .શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ તમામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા સંબંધિત સુવિધાઓ ,હાથ ધોવાની આદત ,પાણી સંરક્ષણ ,વ્યક્તિગત સ્વચ્છતા ,કચરાનું વ્યવસ્થાપન જેવી પર્યાવરણલક્ષી મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું .વાલીઓ અને સ્થાનિક સમુદાય સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય અને સક્રિય ભાગીદારી વડે સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપે એ ઉદ્દેશથી સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે રેલીનું આયોજન કરી સમાજ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો