કાલોલમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું ગણેશ પંડાલોમાં ભ્રમણ: બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવી, આયોજકોને બિરદાવ્યા.

તારીખ ૨૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ કાલોલના મઠ ફળિયા ખાતે બિરાજમાન ‘વૃંદાવન કા મહારાજા’ અને કાછિયાની વાડી ખાતે આયોજિત ગણપતિ મહોત્સવમાં ખાસ હાજરી આપીને ગણપતિ દાદાના દર્શન કર્યા હતા તથા ભાવપૂર્વક આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે સ્થાનિક પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, માજી પ્રમુખ ગોપાલ પંચાલ સહિતના અગ્રણીઓ, પાલિકા કાઉન્સિલરો અને સ્થાનિક સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર્શન અને આરતી દરમિયાન ડૉ. સુનિલ પરમાર, નિલેશભાઈ સુથારીયા, યુવરાજ રાઠોડ, હરિકૃષ્ણ પટેલ, પ્રતીક ઉપાધ્યાય અને દિવ્યરાજ પરમાર સહિતના સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

Horoscope

Weather

વધુ વાંચો

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

જિલ્લા

શહેર પસંદ કરો