આયુર્વેદ દિવસ નિમિત્તે ‘ઇટરા’ જામનગર દ્વારા ‘રન ફોર આયુર્વેદ’નું આયોજન

આયુર્વેદ દિવસ નિમિત્તે ‘ઇટરા’ જામનગર દ્વારા ‘રન ફોર આયુર્વેદ’નું આયોજન

જામનગર તા. ૨૩ : આજે આયુર્વેદ દિવસ નિમિત્તે ‘ઇટરા’ જામનગર દ્વારા ‘રન ફોર આયુર્વેદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ આવતીકાલ માટે આયુર્વેદને જીવનશૈલીનો હિસ્સો બનાવવાના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં ‘ઇટરા’ ના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સવારે ૬:૩૦ કલાકે ઇટરા કેમ્પસ ખાતેથી દોડનો પ્રારંભ થયો હતો. દોડ વાલકેશ્વરી નગરી, સત્ય સાઈ સ્કૂલ, જોગર્સ પાર્ક, વિરલબાગ અને ડી.કે.વી. સર્કલ થઈ ધન્વંતરી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

આયુર્વેદ દિવસની વર્ષ ૨૦૨૬ની ‘સ્વસ્થ આવતીકાલ માટે આયુર્વેદ’ની થીમને અનુરૂપ આયુર્વેદને દૈનિક જીવનશૈલીમાં અપનાવવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

Horoscope

Weather

વધુ વાંચો

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

જિલ્લા

શહેર પસંદ કરો