કાલોલમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો: નિષ્ણાંત ડોક્ટરોની વિનામૂલ્યે સેવા.

તારીખ ૨૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રેફરલ હોસ્પિટલ, કાલોલ ખાતે એક વિશાળ રોગનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિસ્તારના ૭૬૮ જેટલા નાગરિકોએ હાજરી આપી આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લીધો હતો.

આ પ્રસંગે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, ભાજપા જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈ (લાલાભાઇ), કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ,ઉપપ્રમુખ સંજય રાઠોડ,કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઇ મકવાણા, કાલોલ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ ભાજપા,કાલોલ શહેર પ્રમુખ કલ્પેશભાઇ પારેખ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ મિનેશ દોશી સહિતના અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન કરવામાં આવેલ વિવિધ તપાસ અને આરોગ્ય સેવાઓની વિગત મુજબ સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા તપાસ: ૬૩ દર્દીઓ,બાળરોગ નિષ્ણાંત દ્વારા તપાસ: ૪૨ બાળકો,આંખની તપાસ: ૭૧ વ્યક્તિઓ,એક્સ-રે દ્વારા ટી.બી.ની તપાસ: ૭૯ વ્યક્તિઓ,રક્તપિત્તની તપાસ: ૪ વ્યક્તિઓ,ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) ની તપાસ: ૧૪ બહેનો,ડાયાબિટીસ અને બી.પી.ની તપાસ: ૧૧૧ વ્યક્તિઓ લેબોરેટરી ટેસ્ટ: ૨૨૯ ટેસ્ટ કરવામાં આવ્યા. આમ કુલ મળીને ૭૬૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.સ્થાનિક સત્તાધીશો અને આરોગ્ય ટીમ દ્વારા કેમ્પનું સફળ આયોજન કરી લોકોને સ્થળ પર જ વિવિધ નિદાન અને તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો