દાહોદના મુખ્ય મથક લીમખેડામાં આઝાદીના 80 વર્ષ વીત્યા બાદ પણ સ્મશાન ન હોવાથી વિકાસના દાવાઓની પોલ ખુલી 

તા.૨૩.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:દાહોદના મુખ્ય મથક લીમખેડામાં આઝાદીના 80 વર્ષ વીત્યા બાદ પણ સ્મશાન ન હોવાથી વિકાસના દાવાઓની પોલ ખુલી

ગુજરાત સરકારના ‘ડિજિટલ’ અને ‘વાઇબ્રન્ટ’ વિકાસના મોટા-મોટા દાવાઓની પોલ ખોલતો એક ચોંકાવનારો કિસ્સો દાહોદ જિલ્લાના મુખ્ય તાલુકા મથક લીમખેડામાંથી સામે આવ્યો છે. દેશની આઝાદીના ૮૦ વર્ષ વીતવા આવ્યા હોવા છતાં, લીમખેડા જેવા મહત્વના તાલુકા મથકે હજુ સુધી સ્મશાન જેવી પાયાની અને અનિવાર્ય સુવિધા ઉપલબ્ધ થઈ નથી. પરિણામે, સ્થાનિક રહીશોએ સ્વજનના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવા માટે હડફ નદીના ખુલ્લા પટનો આશરો લેવો પડી રહ્યો છે.જીવના જોખમે પથ્થરો વચ્ચેથી પસાર થતી અંતિમયાત્રાસ્થાનિકોના જણાવ્યા અનુસાર, નદીના પટ સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો પણ બનાવવામાં આવ્યો નથી. શોકાતુર પરિવારોએ મોટા-મોટા પથ્થરો અને કોતરો વચ્ચેથી જીવના જોખમે મૃતદેહને ખભે ઊંચકીને પસાર થવું પડે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે હડફ નદી બે કાંઠે વહેતી હોય, ત્યારે વરસાદી માહોલ વચ્ચે ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવી એ પરિવારજનો માટે ભારે આકExternal હાલાકી અને અગ્નિપરીક્ષા સમાન બની જાય છે.નેતાઓ અને અધિકારીઓ સામે જનઆક્રોશ: આંદોલનની ચીમકીઆ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ સહિત સમગ્ર લીમખેડાના ગ્રામજનોમાં વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સ્થાનિક સાંસદ, ધારાસભ્યથી માંડીને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નેતાઓ અને અધિકારીઓ માત્ર કાગળ પર જ વિકાસ બતાવી રહ્યા છે. ચૂંટણી સમયે મોટા-મોટા વાયદાઓ કરીને વોટ મેળવનારા નેતાઓ જીત્યા પછી મોં ફેરવી લે છે.મૃત્યુ પછી પણ માણસને સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની જગ્યા ન મળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં સ્મશાન અને ત્યાં સુધી પહોંચવા માટેના પાકા રસ્તાની સુવિધા તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે, તો સમગ્ર પ્રજા રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો