MORBI:મોરબીમાં રેતી માફિયાઓ બેફામ: મચ્છુ નદીમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં!

MORBI:મોરબીમાં રેતી માફિયાઓ બેફામ: મચ્છુ નદીમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં!

માનસરથી વનાળીયા અને નારણકા તરફ હિટાચી મશીનો વડે ખુલ્લેઆમ રેતીનું ગેરકાયદે ખનન

સરકારી તિજોરીને કરોડોનો ચૂનો; ક્ષારનું પ્રમાણ વધતાં ખેડૂતોની જમીનો બંજર બનવાની ભીતિ

માનસર ગ્રામ પંચાયતના સરપંચે ખાણ-ખનીજ વિભાગ અને કલેક્ટરને કરી ઉગ્ર રજૂઆત

મોરબી પંથકમાં ખનીજ ચોરો અને રેતી માફિયાઓ કોઈ પણ જાતના ડર વગર ખુલ્લેઆમ કુદરતી સંપત્તિ લૂંટી રહ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયત વિસ્તારમાં મચ્છુ નદીના પટમાં બેફામ રીતે ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવા છતાં જવાબદાર તંત્રની ચૂપકીદી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્ર પી. ઠોરીયા દ્વારા ખાણ ખનીજ વિભાગ તેમજ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં સણસણતો પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ, માનસરથી વનાળીયા તેમજ માનસરથી નારણકા તરફ મચ્છુ નદીના પટમાં મોટા હિટાચી મશીનો ઉતારીને મોટા પાયે સાદી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે.

રેતી માફિયાઓની આ કાળી કમાણીને કારણે એક તરફ સરકારી તિજોરીને કરોડો રૂપિયાની રોયલ્ટીનું સીધું નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ આડેધડ ખનનને કારણે ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી ગયું છે. પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે મળતું પાણી ખારું થઈ ગયું છે અને ફળદ્રુપ જમીનો ધીમે-ધીમે બંજર બની રહી છે. અન્નદાતા ખેડૂતોની આજીવિકા જોખમાઈ રહી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ હજુ સુધી કેમ કોઈ કડક પગલાં નથી ભરી રહ્યું તેવો વેધક સવાલ ઉઠી રહ્યો છે.

ગ્રામ પંચાયત દ્વારા ચીમકી સાથે માંગ કરવામાં આવી છે કે આ ગેરકાયદે ખનીજ ચોરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને સંડોવાયેલા માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જો તંત્ર દ્વારા હવે પણ આંખ આડા કાન કરવામાં આવશે, તો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ઉગ્ર આંદોલનની શક્યતા નકારી શકાય તેમ નથી.હવે સ્થાનિક તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે થછે તે હવે જોવાનું રહ્યું

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો