જામનગરના સ્વદેશી મેળામાં આજે ‘ભજન જૈમિંગ ઉત્સવ’  જાણીતા ગાયકો ભજનોની રમઝટ બોલાવશે

જામનગરના સ્વદેશી મેળામાં આજે ‘ભજન જૈમિંગ ઉત્સવ’  જાણીતા ગાયકો ભજનોની રમઝટ બોલાવશે

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮:૩૦ વાગ્યે કાર્યક્રમ જય પરમાર, રીના ગજ્જર અને જયેશ દવેની સંગીતમય પ્રસ્તુતિ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૨૮:

જામનગર મહાનગરપાલિકા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ‘સ્વદેશી મેળા–શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬’ અંતર્ગત આજે, તા. ૨૮ ઓક્ટોબરના રોજ ‘ભજન જૈમિંગ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૮:૩૦ કલાકે સાત રસ્તા સામે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સંગીતમય કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો ભજનોની પ્રસ્તુતિ કરશે.

આ કાર્યક્રમમાં જાણીતા ગાયક જય પરમાર, રીના ગજ્જર અને રાજકોટના જયેશ દવે પોતાના સુમધુર ભજનો અને સંગીતની પ્રસ્તુતિથી શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કરશે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉદ્યોગોને વેગ આપવાના હેતુથી યોજાયેલા મેળામાં નાગરિકો માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.

આ પ્રસંગે જામનગરનાં મેયર મોનિકાબેન વ્યાસ, રાજ્યકક્ષાનાં મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી સહિતના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ભજન જૈમિંગ ઉત્સવમાં ધર્મપ્રેમી અને સંગીતપ્રેમી નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્વદેશી મેળો આગામી તા. ૬ નવેમ્બર સુધી દરરોજ સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો