વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ચીખલીમાં જમીન ખરીદ-વેચાણના વ્યવહારને લઈને લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ, અન્ય વ્યક્તિની માલિકીની જમીન અંગે વેચાણનો સોદો કરી બોગસ વેચાણ દસ્તાવેજો તૈયાર કરી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને ફરિયાદી પાસેથી રૂ. 58 લાખ મેળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ચીખલી પોલીસે બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો અનુસાર, ફરિયાદી શંકરલાલ શ્યામલાલ લોહી, ઉંમર આશરે 45 વર્ષ, વ્યવસાયે વેપારી અને ચીખલીના જૂના વલસાડ રોડ સ્થિત વિઠ્ઠલનગર સોસાયટીના રહેવાસી છે.
આ કેસમાં આરોપી તરીકે (1) જુબેર ઇકબાલ મેમણ, રહે. અંબેટા, દીવાન ફળિયા, તા. ગણદેવી, જી. નવસારી અને (2) દિલીપભાઈ નટુભાઈ રાજપૂત (પરમાર), રહે. ચીખલી, શાળા વિસ્તારમાં વિમલ ગેસ્ટ હાઉસની બાજુમાં,નાં નામ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યાં છે.
ફરિયાદ મુજબ, બંને આરોપીઓએ એકબીજાની મદદથી કથિત રીતે સુનિયોજિત કાવતરું રચ્યું હતું. અન્ય વ્યક્તિની માલિકીની જમીન અંગે ફરિયાદી સાથે સોદો કરવામાં આવ્યો હોવાનો અને તે માટે વેચાણને લગતા બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
રૂ. 70 લાખના સોદામાં રૂ. 58 લાખ પડાવ્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બ્લોક/સર્વે નંબર 148ની બિનખેતીની જમીન તથા બ્લોક/સર્વે નંબર 440ની ખેતીની જમીન અંગે વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ જમીનો અન્ય વ્યક્તિની માલિકીની હોવા છતાં, ફરિયાદી સાથે રૂ. 70 લાખમાં સોદો કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે.
આરોપીઓએ કથિત રીતે વેચાણના બે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી તેનો સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કર્યો હતો અને તેની નકલો ફરિયાદીને આપી હતી. આ વ્યવહારના ભાગરૂપે ફરિયાદી પાસેથી રૂ. 58 લાખ મેળવવામાં આવ્યા હોવા છતાં નાણાં પરત ન આપીને છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
જોકે, જમીનની વાસ્તવિક માલિકી, દસ્તાવેજોની પ્રામાણિકતા, નાણાકીય વ્યવહાર અને તેમાં કોની કેટલી ભૂમિકા હતી તે તમામ બાબતો પોલીસ તપાસનો વિષય છે.
BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો
પોલીસના lદસ્તાવેજમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316(2), 318(4), 335(3), 336, 340(2), 351(3), 3(4) અને 61નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમો હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તથા કાવતરા સહિતના ગુનાહિત પાસાઓની તપાસ કરી વધુ ની તપાસ હાથ ધરી









