કાલાવડના મછલીવડની સીમમાં એલસીબીનો દરોડો: રૂ. ૩.૮૩ લાખના મુદ્દામાલ સાથે ચાર જુગારી ઝડપાયા

કાલાવડના મછલીવડની સીમમાં એલસીબીનો દરોડો: રૂ. ૩.૮૩ લાખના મુદ્દામાલ સાથે ચાર જુગારી ઝડપાયા

રોકડા રૂ. ૬૮,૫૦૦, પાંચ મોટરસાઇકલ અને ત્રણ મોબાઇલ કબજે; ચાર શખ્સો નાસી છૂટતાં પોલીસની શોધખોળ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર: ૨૮ કાલાવડ તાલુકાના મછલીવડ ગામની સીમમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે દરોડો પાડી ચાર શખસોને ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રોકડા નાણાં, પાંચ મોટરસાઇકલ અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૩,૮૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પોલીસની કાર્યવાહીની વેળાએ અન્ય ચાર શખસો નાસી છૂટતાં તેમને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગતો મુજબ, રાજકોટ વિભાગના ડીઆઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન એલસીબી ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન એલસીબીના અજયભાઈ વિરડા અને ભયપાલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મછલીવાળ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા રમીજભાઈ ઓસમાણભાઈ નોયડા (ઉંમર ૩૭, રહે. કાલાવડ), રાકેશ ઉર્ફે રાકલો છોટુભાઈ ભારેવાડીયા (ઉંમર ૫૨, રહે. કુંભનાથપરા), વસીમ ઇસ્માઈલભાઈ નોયડા (ઉંમર ૪૨, રહે. કુંભનાથપરા) અને ભૂપતસિંહ રામસિંહ જાડેજા (ઉંમર ૫૮, રહે. મછલીવાળ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૬૮,૫૦૦, રૂ. ત્રણ લાખની કિંમતની પાંચ મોટરસાઇકલ તથા રૂ. ૧૫,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૮૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડા દરમિયાન સંજયસિંહ બાઘુભા જાડેજા (રહે. મછલીવાળ), ધર્મેશ ઉર્ફે કાર્યો ભીમજીભાઈ રાખોલીયા (રહે. ભગવતીપરા, કાલાવડ), હિતેશ મોહનભાઈ ગોહિલ (રહે. કાલાવડ) અને મનીષ નટુભાઈ સીતાપરા (રહે. કુંભનાથપરા) નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ચારેયને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ મામલે એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુમીતભાઈ શીયાર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો