ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દિયોદર ના ડિરેક્ટરનું સન્માન કરાયું..

ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દિયોદર ના ડિરેક્ટરનું સન્માન કરાયું..

તાજેતરમાં દિયોદર માર્કેટ યાર્ડમાં યોજાયેલ ચૂંટણીમાં જાડા ગામના અમરાભાઈ ચૌધરી ભાજપા પ્રેરિત વહેપારી પેનલમાં ધીખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દિયોદર ના સંચાલન મંડળમાં ડિરેક્ટર તરીકે ભવ્ય વિજેતા બનેલ છે. કુલ 56 વોટ માંથી 44 વોટ મેળવી ભવ્ય વિજય પ્રાપ્ત કરતા દિયોદર,કાંકરેજ અને ઓગડ તાલુકાના મિત્ર સર્કલ માં આનંદ થયો છે. રાજુભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે અમરાભાઈ ચૌધરી ખેડૂત પુત્ર હોવા છતાં વહેપારી સાથે દિયોદર માર્કેટ યાર્ડમાં સંકળાયેલ છે.દિયોદર માર્કેટ યાર્ડમાં અગ્રણી વહેપારી તરીકેનો મોભો પણ ધરાવે છે. સામાજિક કે ગૌ શાળાનું સેવાનું કાર્ય હોય કે ભાજપા પાર્ટીનું કાર્ય હોય વર્ષોથી સક્રિય ભાગ ભજવી ફરજ નિભાવી રહ્યા છે.માર્કેટ યાર્ડમાં વેપાર અર્થે બહોળા અનુભવ ને કારણે ખેડૂતોમાં સારી લોક ચાહના મેળવી છે.વેપારી પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કોઈ તકલીફ ન પડે પોતાના ખેત ઉત્પન્ન માલના પોષણક્ષમ ભાવ મળી રહે, ખેડૂતને રોકડા નાણા મળી રહે અને ખેડૂતોને જમવાની સારી વ્યવસ્થા મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવશે તેવું મુલાકાત દરમ્યાન જણાવેલ. વહેપારીઓને પણ માર્કેટ તરફ થી કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને યાર્ડમાં ખેડૂત અને વેપારીઓનો સારી રીતે વ્યવસાય ચાલે, પોષણક્ષમ ભાવો મળી રહે તેને કાળજી રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.ડિરેક્ટર તરીકે વિજય પ્રાપ્ત થતા સાથી મિત્રો ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વહેપારી એશોસીયેશન થરાના પૂર્વ મંત્રી રાજુભાઈ પ્રજાપતિ કુંવારવા,ભારૂભાઈ પ્રજાપતિ થરાએ શાલ ઓઢાડી સન્માન કરતા અમરાભાઈ ચૌધરીએ આભાર માન્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો