આપણા આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી અને પ્રમાણપત્રો અન્ય જાતિને અપાયા છે : વર્ષાબેન વસાવા

આપણા આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી અને પ્રમાણપત્રો અન્ય જાતિને અપાયા છે : વર્ષાબેન વસાવા

 

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 28/10 /2026 – ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ પાંચમા દિવસે વાલિયા, નાની ફોકડી અને ઝઘડિયા ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને જનતા દ્વારા ઐતિહાસિક અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાળ જનસભામાં પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વલવાઈ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા તેમજ ચૈતર વસાવાના ધર્મપત્નીઓ શ્રીમતી શકુંતલાબેન વસાવા અને શ્રીમતી વર્ષાબેન વસાવા સહિતના શીર્ષસ્થ ’આપ’ નેતાઓ અને મોટી સંખ્યામાં અગ્રણીઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાઓ દરમિયાન આદિવાસી સમાજના હક, અધિકારો અને ન્યાયની આ લડાઈમાં હજારોની સંખ્યામાં જોડાયેલા લોકોએ અદભુત જોશ અને સમર્થન પૂરું પાડ્યું હતું. સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આદિવાસી સમાજના સંઘર્ષ, મનોબળ અને અડગ તાકાતને બિરદાવતા અત્યંત પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ગામની અંદર પ્રવેશ કરીએ અને ઢોલ-નગારાના તાલે આદિવાસી સમાજ દ્વારા જે સ્વાગત કરવામાં આવે છે, તે દર્શાવે છે કે આ પીડા અને યાતનાના સમયમાં પણ હસતા મોઢે લડાઈ લડવી એ જ સાચા આદિવાસી સમાજની અસલી તાકાત છે. હોળીના રંગે અને ઢોલના તાલે ઝૂમી ઉઠનાર આ સમાજ કપરા સંજોગોમાં પણ ક્યારેય નિરાશ થતો નથી. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ડેડિયાપાડામાં રાત્રિ રોકાણ ટાણે નાના-નાના બાળકોને ક્રિકેટ રમતા જોયા ત્યારે તેમના અને સમગ્ર વિસ્તારના લોકોના દિલમાં ચૈતર વસાવા પ્રત્યેનો ગાઢ પ્રેમ અને અટૂટ શ્રદ્ધા જોવા મળી હતી, જે સાબિત કરે છે કે લોકપ્રિય નેતા ચૈતર વસાવા જનતાના હૃદયમાં કાયમ માટે વસેલા છે.

 

ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જનમેદનીને સંબોધતા ભાજપ સરકાર સામે આક્રમક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે તમારા લોકલાડીલા દીકરા ચૈતર વસાવાને અન્યાય કરીને ખોટી રીતે જેલમાં પૂર્યો છે, ત્યારે આજે દીકરીઓ ન્યાયની માંગણી લઈને આપના આંગણે આવી છે. આદિવાસી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ અને રોજગારીનો મોટો અભાવ છે તેમજ જળ-જંગલ અને જમીન બચાવવાની લડાઈમાં પણ જનતાએ હંમેશા સરકાર સામે મોરચો માંડ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની ચાર દીવાલો વચ્ચે અસહ્ય યાતનાઓ વેઠી રહ્યા છે અને તેમના પરિવાર તેમજ નાના બાળકોએ જે પિતાના પ્રેમથી વંચિત રહેવું પડ્યું છે તેની પીડા અમે ખૂબ નજીકથી અનુભવી છે. આદિવાસી સમાજે પોતાના હક, અધિકારો અને અસ્તિત્વને બચાવવા માટે એકજુટ થઈને આ પરિવારના અને નેતાના હાથ મજબૂત કરવા પડશે. બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવાએ ‘આદિવાસી ન્યાય યાત્રા’ના મૂળ હેતુ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આપણા આદિવાસી સમાજ પર સતત થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને હત્યાઓ સામે અવાજ બુલંદ કરવા માટે જ આ યાત્રા કાઢવામાં આવી છે. આપણા વિસ્તારમાંથી અગાઉ અનેક સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ ચૂંટાઈને ગયા હોવા છતાં આદિવાસીઓના મૂળભૂત પ્રશ્નો માટે કોઈએ ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી, પરંતુ જ્યારે ચૈતર વસાવા વિધાનસભામાં આદિવાસીઓના હક માટે લડે છે ત્યારે આ સરકારે તેમને વારંવાર જેલમાં પૂરવાનું કાવતરું રચ્યું છે. એક ધારાસભ્યના પત્ની તરીકે તેમણે પોતે પણ ત્રણ-ત્રણ મહિના સુધી જેલવાસ ભોગવ્યો છે, ત્યારે આ તમામ અન્યાયનો જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીને સૌથી મોટી બહુમતી અને લીડ અપાવીને ભાજપ સરકારને સત્તા પરથી વિદાય આપવાનો સંકલ્પ લેવા તેમણે આદિવાસી સમાજને ઉગ્ર અપીલ કરી હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો