બોડેલીના વેપારીઓની અપીલ: ઓનલાઈન ખરીદી છોડો, સ્થાનિક બજારમાંથી ખરીદી કરો, દિવાળીએ બજારોની રોનક પાછી લાવો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નાના-મોટા વેપારીઓ દ્વારા ગ્રાહકોને સ્થાનિક બજારમાંથી ખરીદી કરવા અપીલ કરવામાં આવી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ઓનલાઈન ખરીદીના વધતા ચલણને કારણે બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લા, અન્ય જિલ્લાઓ અને દેશભરનાં બજારોની રોનક પર અસર જોવા મળી રહી છે. ગ્રાહકોને આકર્ષવા માટે સ્થાનિક વેપારીઓ પણ વિવિધ ઓફરો અને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, તેમ છતાં ઘણા લોકો ઓનલાઈન ખરીદીને પ્રાથમિકતા આપી રહ્યા છે. બીજી તરફ, ઓનલાઈન ખરીદીમાં ખોટી અથવા ખામીયુક્ત વસ્તુ મળવી, ઓર્ડર કરેલી વસ્તુના બદલે બીજી વસ્તુ આવવી કે રિટર્ન અને રિપ્લેસમેન્ટમાં મુશ્કેલી પડવી જેવી ફરિયાદો પણ સામે આવતી હોય છે, જેના કારણે ગ્રાહકોને આર્થિક નુકસાનની સાથે માનસિક પરેશાની પણ સહન કરવી પડે છે. બોડેલીના વેપારીઓનું કહેવું છે કે સ્થાનિક દુકાનમાંથી ખરીદી કરવાથી ગ્રાહકો પોતાની પસંદગીની વસ્તુને નજરે જોઈ, તેની ગુણવત્તા ચકાસી અને સંતોષ થયા બાદ ખરીદી કરી શકે છે. જો ખરીદેલી વસ્તુમાં કોઈ ખામી જણાય તો દુકાનદારનો સીધો સંપર્ક કરીને યોગ્ય ઉકેલ મેળવવો પણ સરળ બની શકે છે, જોકે તે દુકાનની રિટર્ન અને રિપ્લેસમેન્ટ નીતિ પર આધાર રાખે છે. ત્યારે હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વેપારીઓએ લોકોને અપીલ કરી છે કે કપડાં, મીઠાઈ, ઘરવખરી, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય તહેવારની ખરીદી માટે સ્થાનિક બજારોને પ્રાથમિકતા આપે. જો લોકો સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરશે તો બજારોમાં ફરી રોનક જોવા મળશે, નાના-મોટા વેપારીઓના વ્યવસાયને વેગ મળશે અને તેમની દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ, જેમાં આસપાસનાં ગામોના લોકો પણ સામેલ છે, તેમની રોજગારીને પણ ટેકો મળશે. આ દિવાળીએ ‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ લઈએ, સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપીએ અને બોડેલીના બજારોની રોનક પાછી લાવવામાં સહભાગી બનીએ
રિયોર્ટર તોસીફ ખત્રી
58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો