ચંદ્રવદન બી મકવાણા

તા. ૩૦ ઓકટોબર કિસાન ઉત્સવ દિવસ અને ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીને અનુલક્ષીનેવલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે ધરમપુર સેવાસદન ખાતે ધરમપુર, કપરાડાઅને નાનાપોંઢા તાલુકાના ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.
મંત્રીએ નાનાપોંઢાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરનાં ધારાસભ્ય અરવિંદભાઇ પટેલની ઉપસ્થિતિમાંજણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી દેશના જનજનની ચિંતા કરે છે. રાષ્ટ્રની એકતા જળવાઈ રહે અને સમસ્ત સમાજનોઉત્કર્ષ થાય એ આશય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમણે તા.૩૦ મી કિસાન ઉત્સવ દિવસ અને તા.૩૧ મીરાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કાર્યક્રમમાં સૌને ભાગીદાર બનાવવા અપીલ કરી હતી
તા.૩૦ મીએ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી જિલ્લા પંચાયત બેઠક દીઠ બે કાર્યક્રમો થશે. જ્યારે ૩૧મીએરાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી દરેક ગામોમાં થશે.
કલેક્ટર નિતિન સાંગવાને ત્રણેય તાલુકામાં યોજાનારા કાર્યક્રમની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.
બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ અરુણ ગરાસીએ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી અંગેની જાણકારીઆપી હતી.







