ચંદ્રવદન બી મકવાણા
દેશભરમાં ૩૦ મી એ કિસાન ઉત્સવ દિવસ અને ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી થશે. આ કાર્યક્રમ સુચારૂરીતે યોજાઇ અને લોકો ભાગીદાર બને તે માટે વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈપટેલે વલસાડ કલેક્ટરાલય ખાતે વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકા અને નગરપાલિકાના ચૂંટાયેલી પાંખનાપદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.

જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કલેક્ટર નિતિન સાંગવાન, જીલ્લાવિકાસ અધિકારી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગામના પ્રબુધ્ધ નાગરિકો, સફળ ખેડૂત, નિવૃતસૈનિક, મંદિરના પૂજારી, સહિતનું સન્માન તેમજ કાર્યક્રમના જીવંત પ્રસારણ માટે, અન્ય જરૂરી વ્યવસ્થા, નોડલઅધિકારીઓની નિમણૂક સહિતની બાબતોની જાણકારી મંત્રીએ મેળવી હતી અને કાર્યક્રમો સારી રીતે થાય તે માટેમાર્ગદર્શન પણ આપ્યું હતું.
૩૧ ઓકટોબર રાષ્ટ્રીય એકતા પર્વમાં જનજન જોડાઇ તેવા ભાવ સાથે વલસાડ જિલ્લાના તમામ ગામોમાંકાર્યક્રમો થશે. સાથે લોકો એકતાનગર ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દરેક ગામમાં નિહાળી શકે તે માટે સ્થાનિકકક્ષાએ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. વલસાડ જિલ્લાના ૪૫૮ તમામ ગામોમાં એકતાની ભાવના સાથે કાર્યક્રમોથશે. સૌ પ્રથમ એકતા રેલી યોજાશે. સાંજે ૫–૦૦ વાગે શરૂ થનારા કાર્યક્રમમાં ગામના વિશિષ્ટ સિધ્ધી મેળવી હોય તેવાલોકોનું સન્માન પણ કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાનશ્રીનું સંબોધન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું જીવન પ્રસારણરાત્રિના ૮–૦૦ વાગ્યા સુધી નિહાળી શકાશે. આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, ખેડૂતો, ગામના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેશે.
૩૦ મી એ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી જીલ્લા પંચાયત બેઠક દીઠ બે કાર્યક્રમો થશે
બેઠકમાં જિલ્લા, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા







