તારીખ ૨૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચનાના આધારે ગોધરા SOG પોલીસે મહત્વની કામગીરી કરી છે.
ગોધરા SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલા ની સૂચના મુજબ SOG ટીમ વધુમાં વધુ વોન્ટેડ આરોપીઓને પકડવા સારુ કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન PSI બી.કે. ગોહિલ અને ટીમને સાથેના અ.હે.કો. રાજેન્દ્રકુમાર રાયસિંહ તથા અ.પો.કો. સુનિલકુમાર વિઠ્ઠલભાઈને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે SOG ટીમે છેલ્લા 13 વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) ના બીડકીન પોલીસ સ્ટેશનના ચોરીના 2 ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. જેમાં પકડાયેલા આરોપીઓમાં 1) સુરેશ ઉર્ફે સૂર્યા શનાભાઈ નાયક, રહે. માલવણ, તા. કાલોલ 2) કમલેશ ઉર્ફે કમલા દાજીભાઈ બારીઆ, રહે. કડાદરા, તા. મોરવા (હડફ) આ બંને આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી માટે મહારાષ્ટ્રના બીડકીન પોલીસને સોંપવામાં આવ્યા છે. SOG ની આ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.










